Wednesday, April 21, 2010

Hello Friends... After a long time...

નિયમિતતા ન કેળવાય ત્યાં સુધી અનિયમિતતાને વિશેષતા ગણાવીને રાજી થઈ શકાય! એવો રાજીપો કરતો રહ્યો છું. પણ, આજે હવે એનો અંત આવ્યો છે. કવિતા પ્રેમિ યુવાન પાર્થ બ્રહ્મભટ્ટ મારી સાથે બેઠા છે અને એમણે મારો લેખ ગુજરાતીમાં મૂકી આપવાની તૈયારી બતાવી છે. એવા જ એક અન્ય મિત્ર દિવ્યાંભાઇ નો પણ સંદેશો મળ્યો હતો અને તત્પરતા પ્રગટ કરી હતી. કેટલાક પ્રેમાળ ચાહકો ને ભાવકો મારી મર્યાદાને એમની સજ્જતાથી ઓગાળવા ઉત્સુક છે. પણ, એ રીતે નિયમીત તો ન જ બની શકાય એ હું જણું છું. મારે જાતે જ આ કળા શીખવી જોઇશે. પણ, હાલ તુરત તો ભાઇ પાર્થની મદદ મળી છે. અને એના વેકેશનમાં એ આ કામ કરવા રાજી છે.

અંગ્રેજી ભાષાનો હું વિરોધી નથી. હું તો ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયો છું. પણ, મને માતૃભાષાની અવદશા પીડે છે. ગુજરાતી ભાષા માટેનો પ્રેમ છલકાવતા તમામ બ્લોગ લેખકોને મારી સલામ. પણ, સાથો સાથ, એના બહુ ઓછા પ્રતિભાવ મળે તેથી નિરાશ પણ શાને થવું? માતૃભાષા પ્રત્યે આદર ધરાવનારા હોય, પણ પ્રતિભાવ આપવામાં ઉદાસીન હોય, એમની અન્ય કોઇ વ્યસ્તતાય હોય!

જરુરી છે માત્ર ગુજરાતી ભાષાના સામર્થ્યના સ્વીકારની. આ ભાષાની પ્રત્યાયન ક્ષમતાના સ્વીકારની. પ્રત્યાયન ક્ષમતા = Capability of Communication. સમજાયું ને! ગુજરાતી ને "અઘરું" કરી ને મારવું નથી. જીવંત ભાષામાં તો અનેક નવા શબ્દો ઉમેરાય, ને જુના વિસરાય! ને એમ ભાષા વહેતી જાય. અંગ્રેજીમાં શિક્ષણનો વિરોધ છે, અંગ્રેજીના શિક્ષણનો આવકાર છે. બાળકને માંનો મહિમા કેહવો પડે, કારણ કે, માં એટલી હાથવગી છે ને કે એની મહત્તા સમજાતી નથી. માતૃભાષાનું ય એવું હોત તો ચાલત - પણ, અહિં તો એના સંતાનો - ભાષકો - એને ભૂલવા ઉતવળા થયા છે, ને એનો પરિચય થાય તેવા સંજોગો ય ઘટી રહ્યા છે. એટલે જ આ કલમ ઉપાડી છે! જોઇએ કેટલી ચાલે છે!!!

11 comments:

  1. નમસ્તે,
    ગુજરાતી ભાષાને બચાવોની બૂમો વચ્ચે, બહુ જ સ્વસ્થતાથી તેની સમૃધ્ધિ અને વિકાસની વાત મૂકી. તે બદલ તથા બ્લોગજગતમાં પુનઃ લખવા બદલ અભિનંદન.

    http://www.facebook.com/pages/gujarati-bacavo-sanskrti-bacavo/271302878585?v=wall&story_fbid=104918916207260&ref=mf

    read the comments too.

    ઇતી શુભમ

    ReplyDelete
  2. નમસ્કાર તુષારભાઈ,
    માતૃભાષાના ઐશ્વર્ય અને અસ્મિતાની જવાબદારી આપણાં સહુની છે.
    પોતાને ગુજરાતી તરીકે ઓળખાવતી તમામ શખ્સિયતના શિરે એ જવાબદારી જન્મ સાથે જ ફિક્સ થઈ જાય છે.
    આનંદની વાત એ છે કે આજ કાલ અનેક ગુજરાતીઓ દેશ-વિદેશમાં પોતાના બ્લોગ્સ વડે માતૃભાષાનો પ્રસાર અને પ્રચાર કરી રહ્યાં છે.
    વડીલોની સાથે યુવાનો પણ એમની વ્યસ્તતા વચ્ચેથી સમય ફાળવીને આ કાર્યમાં પોતાના વિચાર વૈભવ પ્રસ્તુત કરી રહ્યા છે.
    અહીં તમે રજૂ કરેલી તમારી ભવના સાથે હું પણ મારો સૂર પૂરાવું છું.
    -ડૉ.મહેશ રાવલ
    www.drmahesh.rawal.us

    ReplyDelete
  3. સાવ સાચી વાત આ છે મુળ મુદ્દાની વાત.

    ReplyDelete
  4. તુષારભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    તુષારભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    ReplyDelete
  5. તુષારભાઈ, હું પણ કંઇક લખું ?
    ઓ સમુદ્ર ! તારી ગહનતાનું કોઈ તો રહસ્ય જણાવ ? ઓ મોજાંઓ ! તમારી વિકરાળતાનું કોઈ તો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાંઓ તરફ ઈશારો કર્યો. મોજાંએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદ મંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક છિપ ઊચકીને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં છિપને સહેજ ખોલીને જોઈ...બાપરે ! છિપમાં એક સુંદર મોતી છુપાયેલું હતું અને મોતીમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો !

    બસ, આ સમુદ્ર એટલે જગતભરનું ભાષા સાહિત્ય. અને મોતી એટલે જે તે વ્યક્તિની માતૃભાષા.

    ReplyDelete
  6. શ્રી તુષારભાઈ ..... જય જીનેન્દ્ર
    મારા પરમ વડીલ મિત્ર કચ્છી કવિ શ્રી માધવ જોશી " અશ્ક" ઘણા વર્ષો પહેલા હું કચ્છી, ગુજરાતીમાં કવિતા લખતો ત્યારે મને એક વાત કીધી હતી તે આજે યાદ આવે છે. પ્રજાની અસ્મિતાનું ગૌરવ એની ભાષા, ભેખ, અને ભોજન છે, ભેખ અને ભોજન તો આપણે ગુમાવી ચુક્યા છીએ, માતૃભાષા મરવાને વાંકે જીવે છે ને એને જીવંત રાખવી આ સાહિત્યકારો ના હાથમાં છે. ભટકી ગયેલા માતૃભાષીઓ ને રાહ ઉપર લાવવા પહેલ તો કોઈને કરવી જ પડશે. હા...જી... તુષારભાઈ આજે આપણી માતૃભાષા ગુજરાતીના અને એની સંસ્કૃતિના એવાજ હાલ છે. ટાવર,કોમ્પ્લેક્ષ અને કોલોનીઓ નીચે પોળો અને ડેલીઓ દટાઈ ગઈ છે, P1 & P5. ની અંદર આંગણ અને પાદર ખોવાઈ ગયા છે. ઉત્સવો અને તહેવારોમાં બહેનો પાડોશી ધર્મ ના નાતે એક બીજા ના ઘરે જઇ નાસ્તો બનાવતી મોસમી મસાલા ને અથાણા બનાવતી, પાપડ અને સેવ બનાવતી, અને એક બીજાના સુખ દુખની વાતો કરતી અને મનોરંજન મેળવી લેતી. હવે કિટ્ટી પાર્ટી એ જગ્યા પચાવી પાડી છે.
    એક ગુજરાતી બાળક નાનો અમથો શુભેચ્છાનો સંદેશો પણ ગુજરાતીમાં પાઠવતો નથી એનાથી મોટું દુર્ભાગ્ય ભાષાનું કયું હોઈ શકે??? ભાષા માટે હવે આપ જેવા સાહિત્યકારો ને ચાણક્ય બની ચન્દ્રગુપ્તો ઉભા કરવા પડશે. ધન્યવાદ સાથે ખુબ ખુબ અભિનંદન.
    લી .મહેન્દ્ર ડી . ગાલા ''સૂક્ષ્મ" ના જય જીનેન્દ્ર

    ReplyDelete
  7. fakta gujrati j avi bhasa che, je vanch ta ane sabhal taj hraday ne tar halvi de che

    ReplyDelete
  8. namste tusharsir,
    maru nam mansi bhatt che. tamaro blog vanchyo ane bahu anand thayo ke haji gujarati bhash ane sahitya tamara jeva mahanu bhavo na haathma surakshit che..hu mara shaishav samay thi tamari kavitao ane tamra thaki lakhayela sahityane sambhdati aavi chu..
    maru kutumb tatha hu pote tamara fan chiye ane tamara darek sahitya na premi che...
    ishvar ne evi prathna ke tame aamj lkhta raho ane ame aamaj tamne vachta rahiye...
    umarma nani chu kadach tamari dikari ke pautari ni umarni kahi shako tethi ek nani sarkhi mang karu chu aasha che tame ene jarur puri karsho ...
    tamari thodi navi kavitao agar share karishako to abhar....

    ReplyDelete
  9. Namaste Sir,

    Ek nanakdo effort karyo che advertising duniya ni brands je gujarati ma ads aape che temne track karvano... A loko ma ghani moti brands shamel che je matru bhasha ne faave tem ane proof read karya vagar lakhe che...

    aroundahmedabad.blogspot.com maate aapni guidance aapva namra vinanti..

    nikhil joshi na pranam

    ReplyDelete
  10. tame j kaho chho
    Em puchhi ne thay nahi prem
    Bas emaj
    Gujarati bhasha na chahako jya sudhi chhe tya sudhi eni asmita ne aanch aavvani nathi.
    Hu gujarati news paper ma kam karu chhu, circulation ghati rahyu chhe, pan jo nishta thi prayas thay ane gujarati vanchako ne shu joiye chhe teno survey thay to thodo farak jarur pade.
    Paisadar ej safal gujarati evi mansikata badal vani jarur pan chhe.
    Aaje vicharo thi samruddhh gujarati o ketla ?
    yogesh v pandya
    assistant editor
    janmabhoomi
    mumbai

    ReplyDelete
  11. priy tushrbhai,.."ek chokra ne sapnu aavyu tu gayi rate".. sunder rachna chhe..tema "sapnu aa jail?aankh sauthi na ukle..ankho nathi re koi arji"..no arth samjavva vinanti...hetal

    ReplyDelete